logo

મધ્યપ્રદેશથી સુરતમાં 50 લાખથી વધુનું MD ડ્રગ્સ લાવનાર 3 શખસ ઝડપાયા, માલ મંગાવનાર બોમ્બેવાલા વોન્ટેડ

મધ્યપ્રદેશથી સુરતમાં 50 લાખથી વધુનું MD ડ્રગ્સ લાવનાર 3 શખસ ઝડપાયા, માલ મંગાવનાર બોમ્બેવાલા વોન્ટેડ
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ભાટિયા ચેક પોસ્ટ પાસે વોચ ગોઠવી હતી અને બાતમી મુજબની કારને રોકીને તપાસ કરતા 51.22 લાખની કિમતનો 512.20 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે કારના ડ્રાઈવર નવસારીના રહેવાસી 39 વર્ષીય બદરૂદિન અખ્તર હુસૈન બંગડીવાલા તેમજ સુરતના રહેવાસી 34 વર્ષીય ગુલામ સબીર મોહમદ ઇશાક મિરજા અને 25 વર્ષીય મોહમદ અશફાક મોહમદ અસલમ અંસારીની ધરપકડ કરી છે. આરોપીઓ મધ્યપ્રદેશથી કારમાં ડ્રગ્સનો જથ્થો સુરત લાવી રહ્યા હતા.
આ ઘટનામાં પોલીસે ડ્રગ્સનો મોકલનાર મધ્યપ્રદેશના ઇલ્યાસ ઉર્ફે ઇલુ અને ડ્રગ્સનો જથ્થો મંગાવનાર સુરતના રીઝવાન બોમ્બેવાલાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે 512.20 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, એક કાર, 4 મોબાઇલ ફોન મળી કુલ 54.67 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

8
1206 views