logo

સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા મારવાડી વાસ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાયો

સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા મારવાડીવાસ ભોરોલમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે શાળા કક્ષાએ ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યુ જેમાં વિદ્યાર્થિઓએ ખુબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ખાસ કરી ને મારવાડી વાસ પ્રાથમિક શાળામાંથી શિક્ષકશ્રીઓનો સ્ટાફ અને વિદ્યાર્થિઓએ એ પણ ભાગ લીધો હતો ખાસ કરી ને
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનો મૂળ હેતુ યુવાન વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રતિ આકર્ષિત તેમ જ પ્રોત્સાહિત કરવા અને સામાન્ય જનતાને વિજ્ઞાન અને વૈજ્ઞાનિક સિદ્ધિઓ પ્રતિ સજાગ રાખવાનો છે. આ દિવસે બધી વિજ્ઞાન સંસ્થાઓ, જેમ કે રાષ્ટ્રીય અને અન્ય વિજ્ઞાન પ્રયોગશાળાઓ, વિજ્ઞાન એકેડેમી, શાળા અને કોલેજ અને તાલીમ સંસ્થાઓ ખાતે વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ સાથે સંબંધિત કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. મહત્વપૂર્ણ આયોજનોમાં વૈજ્ઞાનિકોનાં વકતવ્યો, નિબંધ, લેખન, વિજ્ઞાન પ્રશ્નોત્તરી, વિજ્ઞાન પ્રદર્શન, સેમિનાર અને પરિસંવાદ વગેરે સામેલ હોય છે. વિજ્ઞાન ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન માટે રાષ્ટ્રીય અને અન્ય પુરસ્કારો પણ જાહેરાત કરવામાં આવે છે. વિજ્ઞાનની લોકપ્રિયતા વધારવા માટે વિશેષ પુરસ્કાર પણ રાખવામાં આવતા હોય છે જેમાં દર વર્ષે 28 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે દેશના મહાન વૈજ્ઞાનિક સી.વી. રામને પ્રકાશની ફોટોન થિયેરી સાથે જોડાયેલી એક મહત્વપૂર્ણ શોધ કરી હતી, જેને આખી દુનિયા લોહા માનતી હતી. જેને 'રમન ઇફેક્ટ' ના નામથી ઓળખવામાં આવે છે. આ શોધ માટે સીવી રમનને નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો

8
573 views