
ગુજરાતીઓ નું ગૌરવ - જીફા એવોર્ડ ૨૦૨૩નું આગામી ૮ માર્ચના રોજ કર્ણાવતી યુનિવર્સિટી ખાતે ભવ્ય આયોજન
ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહિત કરવા તૈયાર છે GIFA-૨૦૨૩ ગુજરાતી ફિલ્મો અને કલાકારોને પ્રોત્સાહિત કરતો સૌથી મોટો એવોર્ડ એટલે 'ગુજરાતી આઈકોનિક ફિલ્મ એવોર્ડ' - જીફા. દર વર્ષની જેમ આ વર્ષે પણ જીફા એવોર્ડ ૮ માર્ચના રોજ યોજવાવા જઈ રહ્યો છે. ગુજરાતી તરીકે ગર્વ અપાવનાર “ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડઝ” છેલ્લા ૭ વર્ષથી યોજાઇ રહ્યો છે, જેમાં અલગ-અલગ કેટેગરીમાં આ એવોર્ડ આપવામાં આવે છે. GIFA એવોર્ડઝનું આ આઠમું વર્ષ છે અને આ વર્ષે પણ અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવશે. ગુજરાતી સિનેમા જેને અનૌપચારિક રીતે ઢોલીવુડ તરીકે ઓળખવામાં આવે છે, તે ભારતમાં સિનેમાના મુખ્ય પ્રાદેશિક અને સ્થાનિક ફિલ્મ ઉદ્યોગમાંનો એક છે. 1932માં તેની શરૂઆત થઈ ત્યારથી, ગુજરાતી સિનેમાએ ફિલ્મ રસિકોને મનોરંજન પીરસ્યું છે. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ ઝડપથી વિકસી રહ્યો છે ત્યારે ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ્સ (GIFA)એ 2016માં એક અનોખી પહેલ કરી છે. વિવિધ પરિમાણોના આધારે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને પ્રોત્સાહન જીફા એવોર્ડની શરૂઆત કરી હતી જે હાલના સમયમાં ખૂબ લોકચાહના પ્રાપ્ત કરી ચુક્યો છે. જીફાનો મહતવનો હેતું છે કે, ગુજરાતી ફિલ્મોને અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરીને યોગ્ય ગુજરાતી ફિલ્મોના કલાકારો, નિર્માતાઓ, દિગ્દર્શકો અને ટેકનીશીયનોને નવાજતા રહેશે જેના કારણે ચોક્કસ અન્ય લોકો પણ ફિલ્મ બનાવવા પ્રેરાશે. દિગ્દર્શકો એવી સ્ટોરી શોધી રહ્યા હોય છે જેને વિશ્વફલક સુધી લઇ જઈ શકાય. જીફા એવોર્ડ ફિલ્મોને આગળ લાવવા માટેનો ખૂબ જ સારો પ્રયત્ન છે. ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહિત કરી આગળ લાવવા જીફા પાછલાં ઘણા વર્ષો થી સત્તત પ્રયત્નશીલ છે. તો ફરીએકવાર થઈ જાવ તૈયાર એવોર્ડ્સની એક રંગીન રાત માટે ગુજરાતી ફિલ્મો માટેનો ભારતનો સૌથી મોટો ગુજરાતી ફિલ્મ એવોર્ડ ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ્સ- જીફા આવી રહ્યો છે. ગુજરાતના ફિલ્મ પ્રેમી દર્શકો જે તારીખની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા હતાં તેની જાહેરાત થઈ ગઈ છે. ૮ માર્ચ ૨૦૨૪ના રોજ જીફા યોજાશે
છેલ્લા આઠ વર્ષથી અવિરત પણે યોજાઇ રહેલો ગુજરાતી ફિલ્મ અને ગુજરાતીઓના દિલમાં જેનું આગવું સ્થાન છે એવા જીફા એવોર્ડ છેલ્લા ૭ વર્ષની સફળતા બાદ આઠમાં વર્ષે પણ જીફા-૨૦ર૩ નો જાજરમાન એવોર્ડ સમારંભ યોજાવા જઇ રહ્યો છે. જે તારીખ ૮ માર્ચના રોજ ગુજરાતની જાણીતી કર્ણાવતી યુનિવર્સિટી ખાતે યોજાશે.