logo

સેસણ ગામમાં રામલલ્લાની પ્રતિષ્ઠાને લઈને ભવ્ય શોભાયાત્રા નીકળી...

અયોધ્યામા રામલ્લા બિરાજમાન થયા. જેનો ઉમંગ ઉત્સવ દેશ સહિત વિદેશમાં પણ છવાયો હતો. ત્યારે સેસણ જુના ગામના ગ્રામજનો દ્રારા વિવિધ આયોજન પણ કરવામાં આવ્યા હતા.ત્યારે તારીખ 21ના રોજ સેસણ જુના ગામ થી રામ લલ્લાની શોભાયાત્રા નીકળવામાં આવી હતી.જેમાં રામલલ્લાની શોભાયાત્રા શંકર ભગવાનના મંદિરેથી ગામના દરેક મંદિરે જઈને નેજા તેમજ પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો. જેમાં બહોળી સંખ્યામાં ભાવી ભક્તો જોડાયા અને આં રામલલ્લાની શોભાયાત્રા ને વિવિધ જગ્યા પર વધાવવામાં આવી તથા આરતી કરી હતી. આં યાત્રામાં ડી.જે સાથે શોભાયાત્રા નીકળવામાં આવી જેમાં ભક્તોને પ્રસાદ આપવામાં આવી અને ભાવી ભક્તોએ રામના દર્શનનો લાભ પણ લીધો હતો. જયારે 22 તારીખે ગામની અંદર ભાવી ભક્તોએ ભોજનનો પણ લાભ લીધો હતો. અને મહાઆરતી પણ કરવામાં આવી હતી. તો રામની પતિષ્ઠાનુ અયોધ્યાથી લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું. જેમાં ગામના લોકોએ બહોળી સંખ્યામાં લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું. ત્યારે સેસણ જુના ગામની સમગ્ર પ્રજા રામમંગ બની ગઈ હતી. અને જય શ્રી રામ જય શ્રી રામના નારા સાથે આખુ ગામ ગુજી ઉઠ્યું હતું.આં તમામ આયોજને ગ્રામજનો ભેગા મળી ખૂબ સારી રીતે સફળ બનાવ્યો હતો.

1
1869 views