logo

વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું નોંધણા ખાતે ભવ્ય સ્વાગત કરાયું

જંબુસર તાલુકાના નોંધાણા ખાતે ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા સરપંચ ,ડેપ્યુટીસરપંચ ,શાળાના બાળકો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું. રથનું સરપંચ દ્વારા કુમકુમ તિલક કરાયું. ગ્રામજનોએ સરકારની વિવિધ યોજનાઓ ની માહિતી મેળવી લાભાર્થીઓએ લાભ લીધો.
ભારત તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. છેવડાના માનવી સુધી સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળી રહે તે માટે કાર્યરત છે. પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી નાગરિકો સુધી પહોંચાડવા તથા જાગૃતિ ફેલાવવા નવેમ્બર માસથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરેલ છે.જેનો પ્રારંભ જંબુસર તાલુકાના અણખી ખાતેથી કરવામાં આવ્યો હતો. ભારત સંકલ્પ યાત્રા રથ નોંધાણા ખાતે આવી પહોંચતા સરપંચ શ્રીમતી દરિયાબેન પરમાર, ડેપ્યુટી સરપંચ ધર્મેન્દ્રભાઈ પટેલ,નોડલ અધિકારી સંજયભાઈ પરમાર, નાયબ મામલતદાર પારુલબેન રાઠોડ સહિત શાળાની બાળાઓ, તલાટી કમ મંત્રી દ્વારા ભવ્ય સ્વાગત કરાયું.
સદર યાત્રામાં આયુષ્યમાન ભારત, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, પોષણ અભિયાન સહિત સત્તર યોજનાઓ તથા કોરા પીએચસી દ્વારા ડોક્ટર આયુષ મેડિકલ ઓફિસર એ.આઈ.દાદા તથા સ્ટાફ દ્વારા આભાકાર્ડ, પીએમજેવાય, પી એમ એમ વી વાય, એન સી બી પ્રો તથા તમામ આરોગ્ય સેવાઓ સ્ટાફ દ્વારા ગ્રામજનોના ઘરે-ઘરે પહોંચાડી હતી. નોંધાણા ગામના સખીમંડળની બહેનોએ મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લાભ મેળવેલ લાભાર્થીઓએ પોતાની વાત રજૂ કરી પોતાના અનુભવ રજૂ કર્યા હતા. અને તમામ ઉપસ્થિતોએ વિકસિત ભારત અંતર્ગત પ્રતિજ્ઞા લીધી હતી.આઇસીડીએસ આંગણવાડી બહેનો દ્વારા પોષણક્ષમ આહાર વાનગી નિદર્શન કર્યું હતું. વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં પંચાયત સભ્યો, ગ્રામજનો, આંગણવાડી સ્ટાફ, આશા બહેનો સહિત મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

0
0 views