logo

જંબુસર રામજી મંદિર નકલંદેવ મંદિર ખાતે તુલસી વિવાહક સંપન્ન.

આજનો પવિત્ર દિવસ એટલે પ્રબોધિની એકાદશી જેને દેવ ઉઠી એકાદશી પણ કહેવામાં આવે છે. આજના દિવસે ભગવાન સ્વામિનારાયણના પિતા શ્રી ધર્મદેવનો જન્મદિવસ, ભગવાન સ્વામિનારાયણ પીપલાણામાં ભાગવતી દીક્ષા ગ્રહણ કરેલી અને આ દિવસ અતિ પવિત્ર છે. અને દેવ ઉઠી એકાદશી નિમિત્તે રાજ્યભરમાં તુલસી વિવાહની ભવ્ય રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે જંબુસર શહેરના રામજી મંદિર તથા મઢી ખડકી ખાતે નકલંદેવ મંદિરે પ્રતિવર્ષની જેમ તુલસી વિવાહ વિદ્વાન બ્રાહ્મણોના શાસ્ત્રોકત મંત્રોચાર થકી તુલસી વિવાહ સંપન્ન થયો હતો. જેમાં કાછિયા પટેલ સમાજના અગ્રણીઓ,નગરપાલિકા સદસ્યો, ઉપસ્થિત રહ્યા હતા. રામજી મંદિર ખાતે યોજાયેલ તુલસી વિવાહ પ્રસંગે કૃણાલભાઈ શૈલેષભાઈ કોરાવાલા તથા ચંદ્રકાંતભાઈ રામચંદ્રભાઇ પટેલ અને મઢી ખડકી ખાતે આવેલ નકલંકદેવ મંદિરે રાજેશભાઈ ગાંધી વડોદરા યજમાન પદે સેવાઓ આપી હતી. તુલસી વિવાહ પ્રસંગે ગણેશ ચોક ખાતેથી ડીજેના તાલે ભગવાનનો વરઘોડો ધાર્મિક ભજનોના સથવારે નીકળી ઉપલી વાટ,કોટબારણા, મુખ્ય બજાર ,લીલોતરી બજાર થઈ પરત મંદિર ખાતે આવી પહોંચ્યો હતો. જેમાં કાછિયા પટેલ સમાજના યુવાનો, ભાઈ બહેનો, અબાલ વૃદ્ધ જોડાયા હતા.

8
1982 views