
જંબુસર બીએપીએસ મંદિર ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો
જંબુસર બીએપીએસ મંદિર ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો.
ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુથી તાલુકા અમલી કરણ સમિતિ જંબુસર દ્વારા તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ જંબુસર બીએપીએસ મંદિર સભાખંડ ખાતે ધારાસભ્ય ડી કે સ્વામીની ઉપસ્થિતિ માં યોજાયો હતો.જેમાં તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ બાલુભાઈ ગોહિલ, પ્રાંત અધિકારી એમ બી પટેલ,મામલતદાર વિનોદ ભાઈ પરમાર, ટીડીઓ હાર્દિકભાઈ રાઠોડ, ભાજપ તાલુકા મહામંત્રી બળવંત સિંહ પઢિયાર સહિત ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાત સરકાર દ્વારા કૃષિ વિભાગની વિવિધ યોજનાઓ પીએમ કિસાન સન્માન નિધિ,બાગાયત ખાતા ની યોજનાઓ,પશુપાલન યોજના, ખાતર સબસીડી,આઇ ખેડૂત પોર્ટલ સહિતની સવિસ્તાર માહિતી આપી હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેતી ક્ષેત્રે ક્રાંતિકારી પગલાં લીધા છે જેને લઇ ગુજરાતે ખેતી ક્ષેત્રમાં નામના મેળવી છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ગુજરાત સરકાર કામ કરી રહી છે. આ સહિત સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય મીલેટ વર્ષ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે પૌષ્ટિક મિલેટ આધારિત જાડા ધાન્યની વૈજ્ઞાનિક ખેતી, અધ્યતન જાતો, તેમના પોષક મૂલ્યો, મિલેટથી થતા ફાયદાઓ અને તેમાંથી તૈયાર થતી વાનગી ઓ અંગે જણાવ્યું હતું. અન્ન મિલેટ પાકો અંગે સવિસ્તાર માહિતી આપી ખેતીના ખર્ચના ઘટાડા માટે ઇનપુટ ના કાર્યક્ષમ ઉપયોગ અને પ્રાકૃતિક ખેતી દ્વારા ઓર્ગેનિક કાર્બન ના વધારા અંગે માહિતી તેમજ પશુપાલન અને બાગાયત પાકોમાં નવીન ટેકનોલોજી અંગે તાંત્રિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.મહોત્સવમાં સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત પૂર્વ મંજૂરી હુકમ પત્ર વિતરણ,વન વિભાગ દ્વારા નિર્ધમ ચુલાનું વિતરણ તથા ખેડૂતોનું સન્માન ઉપસ્થિતોના હસ્તે કરાયું હતું.તથા સરકારના વિવિધ યોજના ઓ ના સ્ટોલની મુલાકાત ઉપસ્થિતોએ કરી હતી.
આ કાર્યક્રમમાં વિસ્તારક હર્ષ વ્યાસ, કિસાન મોરચા અગ્રણીઓ, તાલુકા અમલીકરણ અધિકારી કુલદીપવાળા, વિસ્તરણ અધિકારી હર્ષિતભાઈ દયાલ, તમામ ગ્રામ સેવકો, આત્મા સ્ટાફ, ખેડૂત ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.