logo

સાબરકાંઠામાં આગામી તા.૨૨ મી નવેમ્બરથી ૨૫ મી જાન્યુઆરી સુધી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” યોજાશે

સાબરકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ની સમીક્ષા બેઠક યોજાઇ હતી.



આ બેઠકમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંગે ચર્ચા કરાઇ હતી.જેમાં કેન્દ્ર સરકારશ્રી ની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓની માહિતી અને લાભો દરેક ઘર સુધી પહોંચાડવાનો હેતુ સાથે સમગ્ર દેશમાં તા.૧૫મી નવેમ્બરથી ૨૬મી જાન્યુઆરી સુધી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નું આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી ગ્રામજનો સુધી પહોંચાડવા વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવશે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં તા. 22 નવેમ્બર 2023 થી વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરવામાં આવશે.જિલ્લાની 518 ગ્રામ પંચાયતો ખાતે ચાર આધુનિક રથ ભ્રમણ કરશે અને સરકારની વિવિધ યોજનાઓનો જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને લાભ આપવામાં આવશે.

11
5425 views