logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

શ્રી અંત્રોલી વિભાગ સહકારી કેળા મંડળ લિ.ની 61મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

શ્રી અંત્રોલી વિભાગ સહકારી કેળા મંડળ લિ.ની 61મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
અશોક પટેલ અંત્રોલી, તા. 07/06/2026
શ્રી અંત્રોલી વિભાગ સહકારી કેળા મંડળ લિ.ની 61મી વાર્ષિક સાધારણ સભા તા. 07 જૂન, 2026ના રોજ સવારે 9:00 કલાકે મંડળની રજિસ્ટર્ડ કચેરી ખાતે યોજાઈ હતી.
સભામાં મંડળના પ્રતિનિધિઓ અને સભાસદોની ઉપસ્થિતિમાં સંસ્થાની વાર્ષિક કામગીરી અંગે માહિતી આપવામાં આવી હતી. સંસ્થાએ સફળતાપૂર્વક 61 વર્ષ પૂર્ણ કરી 62મા વર્ષમાં પ્રવેશ કર્યો હોવાનું જણાવાયું હતું. આ પ્રસંગે મંડળના હોદ્દેદારોએ ઉપસ્થિત સભાસદોનું સ્વાગત કરતાં સંસ્થાની પ્રગતિ બદલ આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.
મંડળમાં હાલમાં 1,133 સભાસદો નોંધાયેલા છે. સંસ્થા દ્વારા ખાતર, તેલ, અનાજ, કઠોળ, સુકામેવા તેમજ ફટકડાના વેપાર સહિતની વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. વર્ષ દરમિયાન સંસ્થાએ રૂ. 5,73,35,102.07નું ટર્નઓવર હાંસલ કરી રૂ. 1,47,073.95નો નફો મેળવ્યો હોવાનું સભામાં રજૂ કરવામાં આવ્યું હતું.
સભામાં જણાવાયું હતું કે આધુનિક યુગમાં પણ સંસ્થા સભાસદોના હિતને પ્રાથમિકતા આપી મર્યાદિત નફા સાથે વ્યવસાય કરી રહી છે અને સહકારી ભાવનાને જાળવી રાખી ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

49
3502 views

Comment