દસ્ક્રોઇ યુવા મોરચા દ્વારા વૃક્ષારોપણ ક્રિયા યોજાઈ
અમદાવાદ: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દસ્ક્રોઇ મંડળના યુવા મોરચા દ્વારા વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દસ્ક્રોઇ મંડળના યુવા મોરચાના સભ્યો અને અમદાવાદ જિલ્લાના યુવા મોરચાના કારોબારી સભ્ય હાજર રહ્યા હતા.
વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણ સંરક્ષણના મહત્વને ઉજાગર કરવામાં આવ્યું અને હરીયાળી વધારવા માટે લોકોએ સહયોગ આપવાનો અહવાન કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં યુવા મોરચાના નેતાઓએ પર્યાવરણ સુરક્ષા માટેની જવાબદારી પર ભાર મૂક્યો.