logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ચાણસ્મામાં પર્યાવરણ દિનની અનોખી ઉજવણી: ભારત વિકાસ પરિષદ અને મહિલા પાંખ દ્વારા ૨૦૧ પક્ષીઘર અને પાણીના કુંડાનું વિતરણ કરાયું.......

ચાણસ્મામાં પર્યાવરણ દિનની અનોખી ઉજવણી: ભારત વિકાસ પરિષદ અને મહિલા પાંખ દ્વારા ૨૦૧ પક્ષીઘર અને પાણીના કુંડાનું વિતરણ કરાયું.......



વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ચાણસ્મા શહેરમાં પ્રકૃતિ અને પક્ષીઓના જતન માટે એક સરાહનીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત વિકાસ પરિષદ ચાણસ્મા અને મહિલા પાંખ ચાણસ્માના સંયુક્ત ઉપક્રમે પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.આ સેવાકીય પ્રવૃત્તિમાં દાતા શ્રી પશાભાઈ ડેવિડ તરફથી આર્થિક સહયોગ પ્રાપ્ત થયો હતો. કાર્યક્રમ અંતર્ગત સિનેમા પાસે આવેલા પવિત્ર ખોડિયાર માતાના મંદિર પાસે અંદાજે ૨૦૧ જેટલા પક્ષીઓના માળા અને પાણી પીવાના કુંડાનું સ્થાનિક નાગરિકોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. ઉનાળાની ઋતુમાં અબોલા પક્ષીઓને આશ્રય અને પાણી મળી રહે તેવા ઉમદા હેતુથી આ આયોજન કરાયું હતું.આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ ચાણસ્માના તમામ હોદ્દેદારો તેમજ મહિલા પાંખના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સંસ્થાના સભ્યોએ ભેગા મળીને લોકોને પર્યાવરણ બચાવવા અને પક્ષીઓની રક્ષા કરવાના શપથ લેવડાવ્યા હતા. સમગ્ર ચાણસ્મા પંથકમાં ભારત વિકાસ પરિષદની આ પર્યાવરણલક્ષી કામગીરીને ભારે બિરદાવવામાં આવી રહી છે.



રિપોર્ટર મુકેશ પિત્રોડા ચાણસ્મા

42
1891 views

Comment