logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ચાણસ્મામાં રાવળ-યોગી ક્રેડિટ સોસાયટીની પ્રથમ સામાન્ય સભા યોજાઈ: સમાજને આર્થિક રીતે સધ્ધર બનવા હાકલ.......

ચાણસ્મામાં રાવળ-યોગી ક્રેડિટ સોસાયટીની પ્રથમ સામાન્ય સભા યોજાઈ: સમાજને આર્થિક રીતે સધ્ધર બનવા હાકલ.......

ચાણસ્મા:

ચાણસ્મા ખાતે 'ધી ચાણસ્મા તાલુકા રાવળ યોગી-કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી'ની પ્રથમ સામાન્ય સભા ઉત્સાહભેર યોજાઈ ગઈ હતી. આ બેઠક સોસાયટીના પ્રમુખ ચુનિભાઈ યોગી (રાવળ)ના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી.સોસાયટીની સ્થાપનાનો મુખ્ય હેતુસભાની શરૂઆતમાં સ્વાગત ઉદ્બોધનમાં સોસાયટીના હોદ્દેદારો દ્વારા સંસ્થાની સ્થાપના પાછળનો મુખ્ય હેતુ, તેની ભાવિ કાર્યશૈલી અને આજની સામાન્ય સભાના એજન્ડા વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.વધુમાં વધુ પરિવારોને જોડાવા અપીલસભાના અધ્યક્ષ ચુનિભાઈ યોગીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, રાવળ-યોગી સમાજના પરિવારોને આપત્તિના સમયે અને પ્રગતિ માટે આર્થિક સહકાર સરળતાથી મળી રહે તે હેતુથી જ આ કો-ઓપરેટિવ સોસાયટીની સ્થાપના કરવામાં આવી છે. તેમણે ચાણસ્મા તાલુકાના સમાજના વધુમાં વધુ પરિવારોને આ સોસાયટીના સભ્ય બનીને સંસ્થાને તેમજ સમાજને આર્થિક રીતે મજબૂત કરવા ખાસ અપીલ કરી હતી.મહાનુભાવોની ઉપસ્થિતિઆ પ્રથમ સામાન્ય સભાના પ્રસંગે સોસાયટીના:ઉપપ્રમુખ: રાજુભાઈ (રણાસર)સહમંત્રી: બાબુભાઈ યોગી આંતરિક ઓડિટર: રમેશભાઈ સેંધા આ ઉપરાંત ક્રેડિટ સોસાયટીના અન્ય તમામ પદાધિકારીઓ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા અને સભાને સફળ બનાવી હતી.
રિપોર્ટર મુકેશ પિત્રોડા ચાણસ્મા

3
471 views

Comment