હેડલાઇન ન્યુઝ કૌશલ્ય કેન્દ્ર ખાતે RFM સુવિધાનો શુભારંભ !!
અમદાવાદના કુબેરનગર સ્થિત આઈટીઆઈ ખાતે નવનિર્મિત આર.એફ.એમ. (RFM) લેબના લોકાર્પણ પ્રસંગે સહભાગ
કૌશલ્ય કેન્દ્ર ખાતે RFM સુવિધાનો શુભારંભ !!
અમદાવાદના કુબેરનગર સ્થિત આઈટીઆઈ ખાતે નવનિર્મિત આર.એફ.એમ. (RFM) લેબના લોકાર્પણ પ્રસંગે સહભાગી થવાનો તથા ઉદ્યોગજગતના આગેવાનો અને શિક્ષણશ્રેષ્ઠીઓ સાથે સંવાદનો અવસર મળ્યો.
આઈટીઆઈ, કુબેરનગર એક મેગા આઇટીઆઈ તરીકે રાજ્યમાં આગવું સ્થાન ધરાવે છે, અહીં આશરે 42 જેટલા વિવિધ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોમાં તાલીમ આપવામાં આવે છે તેમજ હજારો યુવાનોને રોજગારલક્ષી શિક્ષણ પ્રાપ્ત થઈ રહ્યું છે.
આજે આઈ.ટી.આઈ. માત્ર તાલીમ આપતી સંસ્થા નથી, પરંતુ આત્મનિર્ભર ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપતી રાષ્ટ્રનિર્માણની સંસ્થા છે.