મેઘરજ: જાલમભાઈ ખાંટના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા
મેઘરજ, અરવલ્લી: યુવા જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ (ભેમાપુર) ના પ્રમુખશ્રી જાલમભાઈ સી. ખાંટના જન્મદિવસ નિમિત્તે તેમના સ્નેહીજ અને ટ્રસ્ટ સભ્યો તરફથી અભિનંદન અને શુભેચ્છાઓનું ધોધ વહી રહ્યું છે. તેઓ અબોલ જીવોની રક્ષા અને લોકસેવા માટે કાર્યરત છે અને તેમના કાર્ય દ્વારા જન-જનમાં પ્રિયતા મેળવી છે.
જાલમભાઈના નેતૃત્વમાં ટ્રસ્ટે ગુજરાત અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં અનેક અબોલ પશુ-પક્ષીઓ અને વન્યજીવોનું રેસ્ક્યુ કર્યું છે. તેઓ હંમેશા ટીમની આગેવાની કરીને મુશ્કેલીમાં મુકાયેલા પ્રાણીઓની સેવા માટે કાર્યરત રહે છે. તેમના જન્મદિવસના અવસરે ટ્રસ્ટના સભ્યો, વન વિભાગની ટીમો અને સામાજિક અગ્રણીઓ દ્વારા તેમને દીર્ઘાયુ અને તંદુરસ્ત જીવનની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.