ગોધરા નગરપાલિકા શરૂ કરે સિગ્નલ ફળિયા ભૂગર્ભ ગટર કામ
ગોધરા: ગોધરા નગરપાલિકા દ્વારા શહેરના સિગ્નલ ફળિયા વિસ્તારમાં આવેલ રોયલ હોટલ પાસેથી ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સ્થાનિકોમાં લાંબા સમયથી ગટર વ્યવસ્થા સુધારવાની માંગ હતી અને તેને ધ્યાનમાં લઇ નગરપાલિકા દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરી પૂર્ણ થવાના બાદ ગંદા પાણીના નિકાલની સમસ્યામાં રાહત મળશે અને વરસાદી મોસમ દરમિયાન ઊભરાતી ગટર સમસ્યામાં ઘટાડો થશે. નગરપાલિકા તંત્ર દ્વારા કાર્ય દરમ્યાન લોકોની મુશ્કેલી ઓછી થાય તે માટે જરૂરી તકેદારી લેવામાં આવી રહી છે અને વાહન વ્યવહાર તેમજ વેપારીઓને અસર ન થાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે.