અસહ્ય ગરમીથી તોબા પોકારી ઉઠેલા ચાણસ્મા વાસીઓને મોટી રાહત: પવનના સુસવાટા સાથે વાતાવરણમાં ઠંડક....
અસહ્ય ગરમીથી તોબા પોકારી ઉઠેલા ચાણસ્મા વાસીઓને મોટી રાહત: પવનના સુસવાટા સાથે વાતાવરણમાં ઠંડક....
ચાણસ્મા પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય અને કાળઝાળ ગરમી વચ્ચે આજે અચાનક વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. બપોર બાદ એકાએક તેજ પવન ફૂંકાવા સાથે હવામાં ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી. વાતાવરણમાં આવેલા આ અચાનક બદલાવને કારણે સમગ્ર પંથકમાં ગરમીનો પારો ગગડ્યો છે અને વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે.છેલ્લા ઘણા સમયથી બફારા અને તીવ્ર તાપથી તોબા પોકારી ઉઠેલા સ્થાનિક રહીશોએ વાતાવરણમાં ઠંડક પ્રસરતા ભારે હાશકારો અનુભવ્યો છે. પવનમાં ઠંડક ભળતાં લોકોએ ગરમીથી મોટી રાહત મેળવી છે. હવામાનમાં આવેલા આ પલટાથી ચાણસ્માના બજારો અને માર્ગો પર પણ લોકોની અવરજવરમાં સુધારો જોવા મળ્યો હતો.
રિપોર્ટર મુકેશ પિત્રોડા ચાણસ્મા