logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાલુકા વિકાસ અધિકારીનો સહર્ષ આવકાર ..

ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાલુકા વિકાસ અધિકારીનો સહર્ષ આવકાર

તાજેતરમાં તાલુકા વિકાસ અધિકારી ઓલપાડ તરીકે ફરજ બજાવતાં શ્રી હાર્દિક એમ. ગઢવીની નખત્રાણા ખાતે બદલી થતાં તેમની જગ્યાએ શ્રી બી.પી. નંદાણીયાએ ચાર્જ સંભાળેલ છે.
ઓલપાડ તાલુકા વિકાસ અધિકારી તરીકે નિયુક્ત થયેલ શ્રી બી.પી. નંદાણીયાને અત્રેની તાલુકા પંચાયત કચેરી ખાતે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ, મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર, કાર્યવાહક પ્રમુખ ગિરીશ પટેલ, બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ તથા સંઘનાં અન્ય હોદ્દેદારો દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી આવકારવામાં આવ્યા હતાં. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ દ્વારા માહિતી આપવામાં આવેલ છે.

1
24 views

Comment