કચ્છમાં દુનિયાનું બીજું મોટું બેટરી સ્ટોરેજ સિસ્ટમ ચાલુ
કચ્છ: ગુજરાતના ખાવડા વિસ્તારમાં 3.37 GWh ક્ષમતા ધરાવતું વિશ્વનું બીજું સૌથી મોટું બેટરી સ્ટોરેજ સિસ્ટમ શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ અદાણી ગ્રીન એનર્જી દ્વારા કાર્યરત છે અને આ સિસ્ટમથી 13 લાખથી વધુ ઘરોને અવિરત અને સ્વચ્છ ઊર્જા મળી રહેશે.
ભારત હવે રિન્યુએબલ એનર્જીમાં વૈશ્વિક નેતૃત્વ તરફ આગળ વધી રહ્યો છે. આ બેટરી સ્ટોરેજ સિસ્ટમ ગુજરાતની ધરતી પર એક નવો વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરે છે અને દેશની ઊર્જા સુરક્ષા અને પર્યાવરણ માટે મહત્વપૂર્ણ યોગદાન સાબિત થશે.