logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ગુજરાતમાં ડાંગ જિલ્લામાં સ્ટ્રોબેરી ખેતીમાં નોંધપાત્ર વૃદ્ધિ

ડાંગ: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારની ખેડૂત-કેન્દ્રિત નીતિઓ અને ટેક્નોલોજીના સમન્વયથી ગુજરાતના કૃષિ અને બાગાયત ક્ષેત્રમાં અભૂતપૂર્વ પરિવર્તન જોવા મળ્યું છે. ડાંગ જિલ્લો દેશનો સૌપ્રથમ 100% પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો બની ગયો છે, જ્યાં વધતા બજારની માંગ અને અનુકૂળ આબોહવાના કારણે આ વિસ્તાર આજે સ્ટ્રોબેરી હબ બની ચૂક્યો છે. વર્ષ 2022-23માં અહીં 20 હેક્ટરમાં 140 મેટ્રિક ટન સ્ટ્રોબેરીની ખેતી થતી હતી, જે 2025-26માં 33 હેક્ટર અને 233 મેટ્રિક ટન સુધી પહોંચવાની અપેક્ષા છે.

ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા પ્રોત્સાહન, તાલીમ અને આર્થિક સહાયથી ડાંગના ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવીયે છે. આ પદ્ધતિથી તેઓ હેક્ટર દીઠ વાર્ષિક ₹7 થી ₹8 લાખ સુધીની આવક કરી આર્થિક રીતે પ્રગતિ કરી રહ્યા છે. ડાંગમાં પ્રાકૃતિક રીતે થતી સ્ટ્રોબેરી ખેતીને નવી ઓળખ મળી છે અને ખેડૂતો માટે આ ક્ષેત્રમાં વધુ સંભવનાઓ ખુલ્લી રહી છે.

6
68 views

Comment