સૌરાષ્ટ્રમાં ડીઝલની અછતથી ખેડૂતોને મુશ્કેલી
ઘેડ પંથક સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વાવણી અને ખેતીકામની સીઝન નજીક આવતાં ડીઝલની ગંભીર અછત સર્જાઈ છે. પેટ્રોલ પંપો પર મર્યાદિત જથ્થો મળતા ખેડૂતો અને વાહનચાલકોને ટ્રેક્ટર કે કેરબામાં કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડે છે.
ડીઝલ અછતનું મુખ્ય કારણ ખેતીની મોસમ છે, કારણકે ચોમાસા પૂર્વે ખેતર તૈયાર કરવા માટે ટ્રેક્ટર અને અન્ય મશીનરીમાં ડીઝલની વધારાની જરૂરિયાત થાય છે. વૈશ્વિક સ્તરે અનેક આંતરરાષ્ટ્રીય ઘટનાઓના કારણે ઇંધણના ભાવ વધ્યા છે અને ઓઇલ કંપનીઓ માંગ પ્રમાણે પૂરતું જથ્થો ફાળવી શકતી નથી.