સુરત જિલ્લા કલેકટર તરીકે તેજસ પરમારે વિધિવત પદભાર સંભાળ્યો
રાજયમાં જિલ્લા કલેકટરોની બદલીઓ થઈ હતી. જેમાં સુરત જિલ્લા કલેકટરની બદલી થતા આજરોજ નવા કલેકટર તેજસ દિલીપભાઈ પરમારે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે.
આ અવસરે જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, સુરતએ દેશમાં સૌથી ઝડપથી વિકાસ પામતું શહેર છે. આગામી સમયમાં છેવાડાના માનવી સુધી સરકારની જનહિતલક્ષી યોજનાઓના લાભો પહોચે તે અમારી પ્રામથિકતા રહેશે. વધુમાં કહ્યું કે, અદના માનવીની મુશ્કેલીઓ દુર કરવા માટે કલેકટર તંત્ર હંમેશા સહયોગીની ભુમિકા ભજવશે.
જિલ્લા કલેકટરશ્રી તેજસ પરમારે બી.ટેક મિકેનીકલ એન્જીનિયરીંગની પદવી સુરતની એસ.વી.એન.આઈ.ટી ખાતેથી મેળવી હતી. તેઓશ્રી વર્ષ-૨૦૧૬ની બેચના આઈ.એ.એસ. ઓફિસર છે. તેઓ મુળ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના રહેવાસી છે. શરૂઆતમાં તેઓએ દાહોદ ખાતે એસ.ડી.એમ. તરીકે સેવા આપી હતી. ત્યારબાદ અમરેલી અને દાહોદ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે, ગાંધીનગર અર્બન ડિપાર્ટમેન્ટમાં ડે.સેક્રેટરી, વડોદરા એમ.જી.વી.સી.એલ.માં મેનેજીંગ ડિરેકટર અને જુનાગઢ મ્યુ.કમિશનર તરીકે પણ સેવાઓ આપી ચુકયા છે.