સુરત:NALCOમાં 268 નોન-એક્ઝિક્યુટિવ પદો માટે ભરતી જાહેર
સુરત:NALCO દ્વારા ઓડિશાના દામનજોડી ખાતે માઇન્સ અને રિફાઇનરી કોમ્પ્લેક્સ માટે 268 નોન-એક્ઝિક્યુટિવ પદો માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી ટેકનિશિયન, ઓપરેટર, ફોરમેન સહિતના પદો માટે છે, જેમાં ધોરણ 10 પાસ ઉમેદવારોને 44 હજાર સુધી પગાર મળશે. ઉમેદવારો માટે શૈક્ષણિક લાયકાતમાં ધોરણ 10 પાસ, ITI, ડિપ્લોમા અથવા B.Sc પૂર્ણ સમયનો કોર્સ જરૂરી છે.
ઉમેદવારો 21 મે 2026 થી 12 જૂન 2026 સુધી nalcoindia.com પર ઓનલાઇન અરજી કરી શકે છે અને એક ઉમેદવાર માત્ર એક જ પદ માટે અરજી કરી શકશે. પસંદગી પ્રક્રિયા કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT) અને ટ્રેડ ટેસ્ટ પર આધારિત રહેશે. CBT પરીક્ષા અંગ્રેજી અને હિન્દી ભાષામાં લેવામાં આવશે અને તેમાં નેગેટિવ માર્કિંગ નહીં હોય. ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી અને મેડિકલ ટેસ્ટથી અંતિમ પસંદગી થશે.