logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

પાવી જેતપુર તાલુકાના નાની રાસલી ગામે સતત બીજા દિવસે દીપડી પાંજરે પુરાઈ.

પાવી જેતપુર
ગુલાબ રાઠવા.
પાવી જેતપુર તાલુકાના નાની રાસલી ગામમાં સતત બીજા દિવસે દીપડી પાંજરે પુરાતા ગ્રામજનોમાં ભારે ભય અને ચિંતા ફેલાઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં દીપડીના અવરજવર જોવા મળતા લોકોમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. ગ્રામજનો દ્વારા વન વિભાગને વારંવાર રજૂઆત કરવામાં આવતા વિભાગ દ્વારા વિવિધ સ્થળોએ પાંજરાં ગોઠવવામાં આવ્યા હતા.
વન વિભાગના પ્રયાસો બાદ બીજી દીપડી પણ પાંજરે પુરાતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. મળતી માહિતી મુજબ દીપડી ખોરાકની શોધમાં ગામની સીમ સુધી આવી પહોંચી હતી. રાત્રિના સમયે દીપડી પાંજરામાં ફસાઈ જતા વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
દીપડીને સુરક્ષિત રીતે બહાર કાઢી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર અને નિરીક્ષણ માટે તેને રેસ્ક્યૂ સેન્ટર ખાતે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. વન વિભાગે ગ્રામજનોને સાવચેત રહેવા તેમજ રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા સૂચના આપી છે. સતત બે દિવસમાં દીપડી ઝડપાતા વિસ્તારમાં હજુ અન્ય જંગલી પ્રાણીઓ હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

0
0 views

Comment