logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અમરેલીમાં વિવિધ સંસ્થાઓ સાથે એમ.ઓ.યુ. પ્રક્રિયાનો પ્રારંભ*

*ખાસ લેખ*
*સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત*
*૦૦૦૦૦*
*ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અમરેલીમાં વિવિધ સંસ્થાઓ સાથે એમ.ઓ.યુ. પ્રક્રિયાનો પ્રારંભ*
*૦૦૦૦૦૦*
*યોગના પ્રચાર-પ્રસાર અને નિઃશુલ્ક તાલીમ માટે સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓ જોડાશે*
*૦૦૦૦૦*
*અમરેલી જિલ્લામાં વેગવંતુ બનતું મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન ૫૫ નિ:શુલ્ક વર્ગો દ્વારા યોગનો વધતો જતો વ્યાપ*
*૦૦૦૦૦૦*
*અમરેલી તા. ૧૫ મે, ૨૦૨૬ (શુક્રવાર) -* ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગના વ્યાપક પ્રચાર-પ્રસાર તેમજ વધુમાં વધુ નાગરિકોને નિઃશુલ્ક યોગ તાલીમનો લાભ ઉપલબ્ધ થાય તે હેતુથી અમરેલી જિલ્લામાં વિવિધ સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓ સાથે એમ.ઓ.યુ. (યોગ સમજૂતી કરાર) કરવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ યોગને વૈશ્વિક સ્તરે વિશિષ્ટ ઓળખ પ્રાપ્ત થઈ છે. ભારતની પ્રાચીન યોગ પરંપરાને વિશ્વભરમાં પ્રોત્સાહન મળ્યું છે અને દર વર્ષે ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. યોગને જનઆંદોલનનું સ્વરૂપ આપવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં વિવિધ સંસ્થાઓ સાથે નિઃશુલ્ક એમ.ઓ.યુ. કરવામાં આવી રહ્યા છે.

આ અનુસંધાને અમરેલી જિલ્લામાં જિલ્લા કો-ઓર્ડિનેટર સાગરભાઈ મહેતા તથા એમ.ઓ.યુ. કો-ઓર્ડિનેટર નીતાબેન દેસાઈ દ્વારા વિવિધ સંસ્થાઓની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન સંસ્થાના પ્રતિનિધિઓને ગુજરાત રાજ્ય યોગ બોર્ડની વિવિધ પ્રવૃત્તિઓ, યોગ તાલીમ કાર્યક્રમો તેમજ એમ.ઓ.યુ. થકી સંસ્થાઓને મળનારા લાભો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ અંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અમરેલી જિલ્લાના કો-ઓર્ડિનેટરશ્રી, સાગર મહેતાએ જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં જે સંસ્થાઓ યોગની પ્રવૃત્તિઓ સાથે જોડાવવા માંગતી હોય તેને ગુજરાત રાજ્ય યોગબોર્ડના માધ્યમથી સહાય કરવામાં આવશે. હાલમાં જિલ્લામાં ૫૫ નિ:શુલ્ક યોગ વર્ગ કાર્યરત છે જે પૈકીના ૪૦ વર્ગ અમરેલી શહેરમાં પ્રતિદિન યોજાઈ રહ્યા છે.

આ એમ.ઓ.યુ થકી સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત જેવા અભિયાનને પણ વેગ મળશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.આ પહેલના પરિણામે અમરેલી જિલ્લામાં વધુને વધુ લોકો સુધી યોગની પહોંચ સુનિશ્ચિત બનશે તેમજ આરોગ્યપ્રદ અને તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન મળશે. યોગ થકી મેદસ્વિતા મુક્ત અને આરોગ્યપ્રદ જીનવશૈલી તરફ વળવા માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડની આ પહેલથી સામાજિક સહભાગિતાના માધ્યમથી યોગ ચળવળને વધુ ગતિ મળે તેવી નેમ છે.

0
77 views

Comment