logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ચાણસ્મા કોર્ટના જજ યુ.જે. પઠાણની ભાવનગર બદલી: વકીલ મંડળે વિદાય સન્માન સમારંભ યોજ્યો....

ચાણસ્મા કોર્ટના જજ યુ.જે. પઠાણની ભાવનગર બદલી: વકીલ મંડળે વિદાય સન્માન સમારંભ યોજ્યો....

ચાણસ્મા ખાતેનો ત્રણ વર્ષનો કાર્યકાળ મારો સુવર્ણકાળ રહ્યો: ન્યાયાધીશ યુ.જે. પઠાણ.

ચાણસ્મા કોર્ટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (જજ) યુ.જે. પઠાણની ભાવનગર જિલ્લાના ઉમરાળા ખાતે બદલી થતાં ચાણસ્મા બાર કાઉન્સિલ વકીલ મંડળ દ્વારા એક ભવ્ય વિદાય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જજ પઠાણ ૧ માર્ચ ૨૦૨૩ થી ચાણસ્મા ખાતે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા હતા.આ વિદાય સમારંભમાં ચાણસ્મા બાર એસોસિએશનના પ્રમુખ અરવિંદભાઇ દરજી અને સિનિયર એડવોકેટ રોહિતભાઇ વકીલે ઉપસ્થિત રહીને જજ યુ.જે. પઠાણના કાર્યકાળ દરમિયાનની ન્યાયિક કુશળતા અને પ્રશંસનીય કાર્યશૈલીની મુક્તકંઠે સરાહના કરી હતી. વકીલ મંડળના સિનિયર સભ્ય કિશોરભાઇ ત્રિવેદીએ ચાણસ્મા બાર એસોસિએશન અને કોર્ટ વચ્ચેના ઉત્કૃષ્ટ સંકલન તેમજ નિર્વિવાદ કાર્યશૈલીના સંસ્મરણો તાજા કર્યા હતા.વિદાય લઈ રહેલા ન્યાયાધીશ યુ.જે. પઠાણે પોતાના વક્તવ્યમાં ભાવુકતા સાથે જણાવ્યું હતું કે, વકીલ મંડળ અને સ્ટાફના અદભુત સહકારને કારણે જ તેઓ ત્રણ વર્ષનો કાર્યકાળ સફળતાપૂર્વક પૂર્ણ કરી શક્યા છે. તેમણે ચાણસ્મા ખાતેની પોતાની ફરજના સમયગાળાને સેવા સફરનો સુવર્ણકાળ ગણાવ્યો હતો.આ ગરિમાપૂર્ણ પ્રસંગે બાર એસોસિએશનના ઉપપ્રમુખ વિપુલજી ઠાકોર, સિનિયર એડવોકેટ મનોજકુમાર પટેલ, રોહિતભાઇ પટેલ, ઘનશ્યામભાઇ વ્યાસ, જગદીશભાઇ ચૌધરી સહિત મોટી સંખ્યામાં વકીલ મંડળના સદસ્યો અને કોર્ટ સ્ટાફ હાજર રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન એડવોકેટ રમેશભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર મુકેશ પિત્રોડા ચાણસ્મા

88
3473 views

Comment