મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે અમરેલી જિલ્લાના રાજુલા મુકામે મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરનું આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા તથા
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે અમરેલી જિલ્લાના રાજુલા મુકામે મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરનું આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં કરવામાં આવ્યું હતું.
રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ અને વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત સંપૂર્ણ નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ પૂરી પાડતી આ 100 બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ થકી રાજુલા સહિત આસપાસના વિસ્તારોના નાગરિકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે. મુખ્યમંત્રીશ્રીએ લોકાર્પણ બાદ હોસ્પિટલમાં ICU, ટ્રોમા સેન્ટર, ઓપરેશન થિયેટર, ડાયાલિસિસ સહિતની સુવિધાઓનું નિરીક્ષણ કરીને માહિતી પ્રાપ્ત કરી હતી.