logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ચોર્યાસીના ધારાસભ્ય શ્રીસંદીપભાઈ દેસાઈ સમક્ષ વાંઝ ગામના પ્રશ્નોની રજૂઆત

સુરત: ચોર્યાસીના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ સમક્ષ વાંઝ ગામના અગ્રણીઓ શ્રી અશોકભાઈ પટેલ અને શ્રી દીપકભાઈ ગાંધી દ્વારા ગામના વિવિધ જાહેર પ્રશ્નોની વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી. ગ્રામજનોની સુરક્ષા અને સુવિધા માટે રજૂ કરાયેલા મુદ્દાઓને ધારાસભ્યશ્રીએ ગંભીરતાથી લેવામાં આવ્યા હતા. મુખ્યત્વે વાંઝ-ખરવાસા રોડ પર નહેરના ગળનારાની સુરક્ષા દિવાલ બનાવવાની, વાંઝ-વકતાણા કેનાલ રોડ પર પાઇપ નાંખી સુરક્ષા દિવાલ બનાવવાની અને વાંઝ-વકતાણા રોડ પર દૂધીબા ફાર્મ નજીક ગળનાળાને વધુ ઊંચું કરી ત્રણ બોક્સવાળું બનાવવાની માંગ હતી.
ધારાસભ્યશ્રીએ આ મુદ્દાઓને લઈને અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત કરી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી માટે સૂચનાઓ આપવામાં આવી છે. વાંઝ ગામના આગેવાનો ધારાસભ્યશ્રીના આ પ્રયાસ બદલ આભાર વ્યક્ત કરતા કહ્યું કે આ પ્રશ્નોના વહેલી તકે નિરાકરણથી સ્થાનિક લોકોને રાહત મળશે અને અકસ્માતોની શક્યતા ઘટશે.

1
380 views

Comment