logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ચોર્યાસીના ધારાસભ્ય શ્રીસંદિપભાઇ દેસાઈ સમક્ષ વાંઝ ગામના પ્રશ્નોની રજૂઆત

સુરત : ચોર્યાસીના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ સમક્ષ વાંઝ ગામના અગ્રણીઓ શ્રી અશોકભાઈ પટેલ અને શ્રી દીપકભાઈ ગાંધી દ્વારા ગામના વિવિધ જાહેર પ્રશ્નોની વિસ્તૃત રજૂઆત કરવામાં આવી. ગ્રામજનોની સુરક્ષા અને સુવિધા માટે માર્ગ, નહેર અને ગળનાળાની સમસ્યાઓને લઈને ધારાસભ્યશ્રીએ ગંભીરતા દર્શાવી હતી. વાંઝ-ખરવાસા રોડ પર નહેરના ગળનારાની સુરક્ષા દિવાલ બનાવવાની માંગ તેમજ વાંઝ-વકતાણા કેનાલ રોડ પર પાઇપ નાખી સુરક્ષા દિવાલ બનાવવા અને દૂધીબા ફાર્મ નજીક ગળનાળાને વધુ ઊંચું કરી ત્રણ બોક્સવાળું બનાવવા માટે રજૂઆત કરવામાં આવી.

ધારાસભ્યશ્રીએ બે મુદ્દાઓ માટે અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત કરી તાત્કાલિક કાર્યવાહી માટે સૂચનાઓ આપી હતી. ગામના આગેવાનો દ્વારા પ્રશ્નોના વહેલી નિરાકરણથી રાહત અને અકસ્માતોની શક્યતા ઘટાડવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી. વાંઝ ગામના આગેવાનો દ્વારા ધારાસભ્યશ્રીનો પ્રશ્નોને ગંભીરતાથી લઇ નિરીક્ષણ કરવા બદલ આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો.

0
85 views

Comment