ચાણસ્મા ખાતે સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર અને તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો......
આજરોજ ચાણસ્મા મુકામે શિક્ષણ અને પ્રોત્સાહનના સંગમ સમાન એક પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત સર્વ સમાજના વિદ્યાર્થીઓ માટે 'સ્પર્ધાત્મક પરીક્ષા ફ્રી કોચિંગ ક્લાસ' અનુસંધાને વિશેષ માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો, સાથે જ ડોડિયા પરિવાર ચાણસ્માના ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં 70% કે તેથી વધુ ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ પણ સંપન્ન થયો હતો.આ પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષ તરીકે ચાણસ્મા પી.આઈ. શ્રી જે.વી. પટેલ સાહેબ, ચાણસ્મા નગરપાલિકાના પ્રમુખશ્રી પ્રતિક્ષાબેન પટેલ તથા કોર્પોરેટર શ્રી રાકેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વડીલ શ્રી નરોત્તમભાઈ, પ્રફુલભાઈ સાહેબ, મધુકર સાહેબ, મહેશભાઈ સાહેબ, પ્રવિણભાઈ જે. પરમાર, પ્રવિણસિંહ સાહેબ, ડૉ. જયેશભાઈ, ડી.આર. પરમાર, મનુભાઈ અને રાકેશભાઇ સહિતના મહાનુભાવોએ હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.સેમિનારમાં ઉપસ્થિત નિષ્ણાતો દ્વારા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કેવી રીતે કરવી, સમયનું આયોજન અને લક્ષ્ય પ્રાપ્તિ માટે જરૂરી સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા.આ સફળ આયોજન રતિભાઈ, મનીષભાઈ, અમિત, હાર્મિશ, મેહુલ, સંજયભાઈ, ભરતભાઈ તેમજ સમસ્ત ડોડિયા પરિવાર ચાણસ્મા, સમગ્ર અનુસૂચિત જાતિ યુવા મિત્રો અને શિવમ્ ક્લાસિસ ચાણસ્માના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર મુકેશપિત્રોડા ચાણસ્મા