સુરત: વાંઝ ગામમાં શ્રીરામજી મંદિરનો 12મો પાટોત્સવ ઉજવાયો
સુરત: સુરત જિલ્લાના વાંઝ ગામમાં શ્રીરામજી મંદિરનો 12મો પાટોત્સવ ધામધૂમ અને ભક્તિભાવ સાથે ઉજવાયો હતો. આ પાવન પ્રસંગે ગામમાં ધાર્મિક માહોલ સર્જાયો અને મોટી સંખ્યામાં ભક્તજનો હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પૂજાવિધિ અને ધ્વજારોહણથી કરવામાં આવી હતી અને ત્યારબાદ ભગવાન શ્રી રામજીના દર્શન માટે ભક્તોમાં ભારે ઉમટ જોવા મળ્યો હતો.
મંદિર પરિસર ફૂલોથી સજાવવામાં આવ્યો હતો અને ભક્તિ સંગીતથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. આ પ્રસંગે સ્વ. લક્ષ્મીબેન નટવરલાલ ગાંધીની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજા વિધિ સવારે 8:00 થી 4:30 સુધી ચાલી હતી અને સાંજે 5:00 વાગ્યે મહાપ્રસાદનું વિતરણ થયું હતું. આ પાટોત્સવમાં ગ્રામજનો, આગેવાનો અને યુવાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર આયોજન શ્રીરામજી મંદિર ટ્રસ્ટ અને મહાપ્રસાદના દાતા શ્રીપંકજભાઈ નટવરલાલ ગાંધી તથા તેમના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યું હતું.