તળાદ માધ્યમિક શાળાનું ધોરણ 12 નું પરિણામ 91.11 ટકા જાહેર
ઓલપાડ સુરત રોડ : તળાદ વિભાગ માધ્યમિક શાળાનું તાજેતરમાં જાહેર થયેલું ધોરણ 12 નું પરિણામ 91.11 ટકા આવ્યું છે. બોર્ડની પરીક્ષામાં કુલ 45 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યાં હતાં, જેમાંથી ત્રણ વિદ્યાર્થીઓ નાપાસ થયા અને એક વિદ્યાર્થી ગેરહાજર રહ્યો. આ પરિણામથી શાળાએ 91.11 ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે.
પ્રથમ નંબરે તરસરીયા સુહાની દિપકભાઈએ 750 માંથી 657 ગુણ મેળવી 87.60 ટકા મેળવ્યા છે. સોલંકી પરી પ્રભાતભાઇ 655 ગુણ સાથે બીજા નંબરે અને માલવિયા જૈમિન બિપીનભાઇ 651 ગુણ સાથે તૃતિય નંબરે રહ્યા. અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર તથા કોમ્પ્યુટર થીયરી સિવાય તમામ વિષયોમાં 100 ટકા પરિણામ મળ્યું છે. આચાર્ય અને શાળાનાં કેળવણી મંડળે તમામ વિદ્યાર્થીઓ, વાલીઓને અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા છે અને ભવિષ્ય માટે શુભેચ્છા આપી છે.