ચાણસ્મા: નવા ફોજદારી કાયદાઓ પર સેમિનાર યોજાયો
ચાણસ્મા: આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ભારત સરકાર દ્વારા અમલમાં મુકાયેલા ત્રણ નવા ફોજદારી કાયદાઓ - ભારતીય ન્યાય સંહિતા (BNS), ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS), અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ (BSA) અંગે વિશેષ સેમિનારનું આયોજન થયું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને નાગરિકોમાં ન્યાયિક પ્રક્રિયાના ઝડપી નિકાલ માટે જાગૃતિ લાવવાનો હતો, ખાસ કરીને POCSO અને FSL સંબંધિત કેસોમાં ઝડપ વધારવાનો હતો.
સેમિનારમાં POCSO એક્ટ હેઠળ કેસોમાં સમયબદ્ધ કાર્યવાહી અને FSL દ્વારા ડિજિટલ પુરાવાઓના વૈજ્ઞાનિક તપાસથી ઝડપી ન્યાયની વ્યવસ્થા અંગે ભાર મૂકાયો હતો. કોલેજના આચાર્ય અને સ્ટાફ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ નવા કાયદાકીય માળખા વિશે માહિતી મેળવી હતી. આ સેમિનારથી કાયદાકીય સમજ વધવા અને ન્યાય પ્રણાલી વધુ સક્ષમ બનવાની આશા વ્યક્ત કરવામાં આવી.