logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

સુરતમાં NHAI દ્વારા મહત્વપૂર્ણ બ્રિજ અને માર્ગ વિકાસ પ્રોજેક્ટ

સુરત: ભારત સરકારના કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલના માર્ગદર્શન હેઠળ અને ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈની આગેવાનીમાં NHAI ના સુરત એકમ દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અંગે સમીક્ષા બેઠક યોજાઇ. આ બેઠકમાં NHAI ના સુરત એકમના પરિયોજના નિયામક શ્રી સંજય યાદવ સાથે ખજોડ, આભવા, હજીરા વિસ્તારમાં કવાસ ચાર રસ્તા, રિલાયન્સ કંપની ગેટ નજીક અને સુરતથી ઉભરાટ માર્ગ પર મીંઢોળા નદીની નજીક ૫ બ્રિજોના નિર્માણ અંગે ચર્ચા કરવામાં આવી કે જેમાં રૂ. ૩૩૨ કરોડનો અંદાજિત ખર્ચ આવ્યો છે.



હજીરા થી ઈચ્છાપોર રાષ્ટ્રીય ધોરીમાર્ગના widening માટે રૂ. ૩૨ કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે. સચિન ગેટ નં. ૧ અને નં. ૨ વિસ્તારમાં વધતા ટ્રાફિક અને અકસ્માતોને ધ્યાનમાં રાખીને માર્ગને પહોળો કરવો અને સચિન ગેટ નં. ૨ પર ફૂટ ઓવર બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. NHAI ના પ્રબંધક શ્રી અજય સોની તથા સચિન GIDC સોસાયટીના પ્રમુખ શ્રી કિશોરભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા અને સૂચનો આપ્યા. આ પ્રોજેક્ટો પૂર્ણ થયા બાદ ટ્રાફિક સમસ્યામાં સુધારો અને સલામત પરિવહન સુવિધા મળશે.

77
2391 views

Comment