logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

સુરત: એલ.ડી. હાઈસ્કૂલ SSC 2026 પરિણામમાં 75.78% સફળતા

સુરત: એલ.ડી. હાઈસ્કૂલ, સચીન દ્વારા ધોરણ 10 SSC બોર્ડ પરીક્ષા – 2026નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. શાળાએ કુલ 75.78% પરિણામ પ્રાપ્ત કર્યું છે અને ઉત્તમ પ્રદર્શન નોંધાવ્યો છે. મૈત્રી જિગ્નેશભાઈ રાવલે શાળામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે અને 96.16% ગુણ મેળવી શાળા માટે ગૌરવની બાબત બની છે. શાળાના અન્ય 7 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું છે.
શાળાના સંચાલકમંડળ, પ્રિન્સિપાલ અને શિક્ષકમંડળે વિદ્યાર્થીઓની મહેનત અને પ્રતિબદ્ધતાને વખાણી છે અને માતા-પિતા તથા શિક્ષકોના માર્ગદર્શનને આ સિદ્ધિમાં મહત્વપૂર્ણ ગણાવી છે. શાળાના વહીવટીતંત્રે ભાવિમાં પણ આવી જ સફળતા માટે આશા વ્યક્ત કરી છે અને શાળાનું નામ રોશન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

31
1602 views

Comment