સુરત: વાંઝ બ્રિજ પર અંધકાર અને ગંદકીથી જનતા પરેશાન
સુરત: વાંઝ ગામ નજીક NH-53 પર આવેલા બ્રિજની દયનીય સ્થિતિને લઈને હ્યુમન રાઇટ્સ ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ઇન્ડીયાના નેશનલ ચીફ પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. છેલ્લા ઘણા સમયથી બ્રિજ પરની તમામ સ્ટ્રીટ લાઇટો બંધ છે, જેના કારણે રાત્રિના સમયે વાહનચાલકોને ગંભીર અકસ્માતનો ભય છે. ઉપરાંત, બ્રિજની બંને બાજુ ગંદકીના ઢગલા અને દુર્ગંધ ફેલાઈ રહી છે, જે જાહેર આરોગ્ય માટે જોખમરૂપ છે.
શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ કે, ટોલટેક્સ કંપનીએ ટોલ વસૂલવા સાથે લાઇટિંગ, સ્વચ્છતા અને સલામતી જેવી સુવિધાઓ પ્રદાન કરવી કાયદેસર ફરજ છે. તેમણે કંપનીને સપ્તાહમાં લાઇટ અને ગંદકી દૂર કરવાની અલ્ટીમેટમ આપ્યો છે. જો આમાં નિષ્ફળ રહે, તો હ્યુમન રાઇટ્સ ઇન્ટરનેશનલ ફેડરેશન કાયદેસર કાર્યવાહી કરશે. આ બાબતે NHAIના પ્રોજેક્ટ ડાયરેક્ટર, સુરત જિલ્લાના કલેક્ટર અને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રીને પણ નકલ મોકલાઇ છે.