logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

દસકોઈમાં ધારાસભ્ય બાબુભાઈ પટેલની અધ્યક્ષતામાં વિજય ઉત્સવ યોજાયો

દસકોઈ: દસકોઈ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા કમોડ કાર્યાલય ખાતે ધારાસભ્ય શ્રી બાબુભાઈ જમનાદાસ પટેલની અધ્યક્ષતામાં વિજય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દસકોઈ મંડળના પ્રમુખ પ્રતીક પટેલ અને જિલ્લા તથા તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ સંગઠનના કાર્યકરો ઉપસ્થિત રહ્યા. ધારાસભ્યશ્રી બાબુભાઈ પટેલે જણાવ્યું કે, આ સફળતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં જનતાના અતૂટ વિશ્વાસનું પરિણામ છે.

કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી આતશબાજી કરી અને એકબીજાને મોં મીઠું કરાવી વિજયની શુભકામનાઓ પાઠવી. સમગ્ર વાતાવરણ 'ભારત માતા કી જય' ના નારાથી ગુંજી ઉઠ્યું હતું, જે ઉત્સાહ અને એકતા દર્શાવે છે.

1
88 views

Comment