સાણંદમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ વિજય ઉત્સવ યોજાયો
સાણંદ, અમદાવાદ: અમદાવાદ જિલ્લા ભાજપ દ્વારા ૨ મે ૨૦૨૬ ના રોજ સાણંદ ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મળેલી ઐતિહાસિક જીતને ઉજવવા માટે 'વિજય ઉત્સવ જનસભા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશના દિગ્ગજ નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા અને આગામી ૨૦૨૭ અને ૨૦૨૯ની ચૂંટણી માટે વિજયી રણનીતિ પર ચર્ચા કરી.
અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી શૈલેષભાઈ દાવડાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વમાં ભાજપનો વોટ શેર ૬૭ ટકા પર પહોચ્યો છે, જે અગાઉ ક્યારેય ન થયો હતો. પરમ પૂજ્ય સંત શ્રી ચૈતન્ય શંભુ મહારાજે વિપક્ષ પર પ્રહાર કરી ગુજરાતની જીતને દેશના મોડલ તરીકે પ્રશંસિત કર્યું. વરિષ્ઠ નેતા શ્રી ભૂપેન્દ્રસિંહચુડાસમાએ કાર્યકરોને પ્રોત્સાહિત કરતા વિજયને પ્રજા પ્રત્યેની નૈતિક જવાબદારી તરીકે દર્શાવ્યો. કાર્યક્રમમાં ધારાસભ્યો કનુભાઈ પટેલ, કિરીટસિંહ ડાભી, કાળુભાઈ ડાભી, હાર્દિકભાઈ પટેલ સહિત પૂર્વ પ્રમુખો અને અન્ય અગ્રણીઓ ભાગ લીધા.