રાજુલામાં રાધે કૃષ્ણ ટ્યુશન ક્લાસીસનો 10 વર્ષ પૂર્ણ થવાનો ટહુકાર મહોત્સવ
રાજુલા: રાધે કૃષ્ણ ટ્યુશન ક્લાસીસ દ્વારા દસ વર્ષ પૂર્ણ થવાના અવસરે અગિયારમા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે 'ટહુકાર' નામનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. દલ મહેક અને વાઘેલા વૃંદા દ્વારા આ કાર્યક્રમનું સુંદર સંચાલન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીગણ હાજર રહ્યા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે આપવામાં આવતો “બેસ્ટ ઑફ ધ યર” એવોર્ડ વિતરણ કરવામાં આવ્યો હતો. બળદેવ, દલ મહેક અશરફશા અને જાલંધરા યુગે ખાસ સ્થાન મેળવ્યું હતું. વિજેતા વિદ્યાર્થીઓને શિક્ષિકા નસીમબેન પઠાણ અને યાદવ યુવા ગ્રુપના પૂર્વ પ્રમુખ લાલજીભાઈ જીંજાળાના વરદહસ્તે સાઈકલ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અંતે ભાવેશ દુધરેજીયાએ વાલીગણ અને કાનાબાર ન્યૂઝ ચેનલનો આભાર વ્યક્ત કર્યો. રાધે કૃષ્ણ ટ્યુશન ક્લાસીસ દ્વારા દર વર્ષે આવો પ્રેરણાત્મક કાર્યક્રમ યોજીને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને પ્રગતિ માટે પ્રેરણા આપવામાં આવે છે.