logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

રિપોર્ટ હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ

વેકેશન તથા આકરી ગરમીનાં પગલે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વસ્તી ગણતરીનો સમયગાળો બદલવા માંગ

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગુજરાત રાજ્યમાં વસ્તી ગણતરી ૨૦૨૬ નાં કાર્યક્રમ અંગે વસ્તી ગણતરી નિયામકને મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવેલ છે. વસ્તી ગણતરીનાં પ્રથમ તબક્કો તા. ૨૦/૪/૨૦૨૬ થી તા. ૧૯/૫/૨૦૨૬ વચ્ચે રાખવામાં આવેલ હતો, પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં કારણે આ કાર્યક્રમ હાલ સ્થગિત રાખવામાં આવેલ છે. સમગ્ર રાજ્યમાં હાલ અસહ્ય ગરમી પડી રહી છે, તેમજ વસ્તી ગણતરી માટે મુખ્યત્વે પ્રાથમિક શિક્ષકોને જોડવામાં આવે છે ત્યારે શિક્ષકોએ વેકેશન દરમિયાન પરિવાર સાથે વતન કે પ્રવાસનાં આયોજનો પણ કરેલ છે. જેમાં વિક્ષેપ ન પડે તથા ૧ લી જૂન બાદ રાજ્યમાં ગરમીમાં પણ ઘટાડો થવાની શક્યતા હોવાથી વસ્તી ગણતરીની કામગીરી ૧લી જૂન પછી શરૂ કરવા અંગે ગાંધીનગર ખાતે વસ્તી ગણતરી નિયામકશ્રીને લેખિતમાં વિનંતી કરવામાં આવી છે. આ બાબતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં સિનિયર ઉપપ્રમુખ કિરીટભાઈ પટેલે જણાવ્યું છે કે વેકેશન દરમિયાન શિક્ષકોની હાજરીમાં મુશ્કેલી આવી શકે છે. ઉપરાંત ગરમીનાં કારણે કામગીરીમાં અડચણ સર્જાઈ શકે છે. આ અંગે સરકારશ્રી દ્વારા આગળનાં કાર્યક્રમ માટે જરૂરી સૂચના સત્વરે જાહેર કરવામાં આવે એવી આશા છે. સદર રજૂઆતને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વધાવાઈ છે.
માહિતી વિજય પટેલ

2
12 views

Comment