રિપોર્ટ હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ
ઓલપાડની ભગવા પ્રાથમિક શાળામાં શિક્ષકો તરફથી બાળકોને તરબૂચની મિજબાની
ઓલપાડ તાલુકાની ભગવા પ્રાથમિક શાળામાં આજે એક અનોખો અને હૃદયસ્પર્શી નજારો જોવા મળ્યો. કાળઝાળ ગરમી અને ઉનાળાની ધોમધખતી બપોરે શાળાનાં શિક્ષકગણે પોતાનાં ખર્ચે શાળાનાં તમામ બાળકોને તરબૂચની મિજબાની કરાવી. શાળાનાં આચાર્ય જયેશ વ્યાસ અને ઉપશિક્ષક ગિરીશ પટેલે ભેગા મળીને તાજા તરબૂચ લાવી, બાળકોની હાજરીમાં જ તેને કાપીને સૌને પ્રેમથી પીરસ્યા. ગરમીમાં ઠંડા મીઠા તરબૂચ ખાઈને બાળકોનાં ચહેરા પર જે આનંદ અને સ્મિત જોવા મળ્યું એ અવર્ણનીય હતું. આ પ્રસંગે બાળકોએ પણ તાલીઓનાં ગડગડાટ સાથે શિક્ષકોનો આભાર માન્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ દ્વારા માહિતી આપવામાં આવી છે..