જી.આર.ડી જવાનની પ્રમાણિકતા: ચૂંટણી બંદોબસ્ત દરમિયાન મળેલા ₹7,000 પરત આપ્યા
જી.આર.ડી જવાનની પ્રમાણિકતા: ચૂંટણી બંદોબસ્ત દરમિયાન મળેલા ₹7,000 પરત આપ્યા
રાજુલા તાલુકામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી દરમિયાન ફરજ બજાવતા રાજુલા પોલીસ સ્ટેશનના જવાને પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
મળતી માહિતી મુજબ,ચૂંટણી ફરજ બજાવતા કિશોરભાઈ ભાણાભાઈ કોટડીયા (જી.આર.ડી. કોટડી) નો ચૂંટણી બંદોબસ્ત આજે કુંડલીયાળા ગામે નોકરી માં મુકાયેલ સવારે તેઓ સ્કૂલના ગ્રાઉન્ડમાં પોતાની ગાડી સાઇડમાં પાર્ક કરવા જઈ રહ્યા હતા ત્યારે તેમને કોઈ મતદાતાના ₹7,000 રોકડા મળી આવ્યા હતા.
ત્યારબાદ કિશોરભાઈએ તાત્કાલિક જાહેરાત કરીને પૈસાના માલિકને શોધવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં આ રકમ જીંજાળા પુનાભાઈ પાચાભાઈ ની હોવાનું સામે આવ્યું હતું. યોગ્ય નિશાની અને ખાતરી કર્યા બાદ કિશોરભાઈએ સંપૂર્ણ ₹7,000 ની રકમ માલિકને પરત આપી હતી.જી.આર.ડી જવાન કિશોરભાઈ કોટડીયાની આ પ્રમાણિકતા અને ફરજનિષ્ઠાને લોકો દ્વારા બિરદાવવામાં આવી રહી છે.
કાનાબાર ન્યૂઝ રાજુલા