બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ પકડી પાડ્યો
બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ (IMFL)ની કુલ બોટલ
નંગ- ૬૨૪ કિ.રૂ.૧,૦૬,૦૮૦/- ની હેરફેર કરતા એક ઇસમને વાહન સહિત કુલ
કિ.રૂ.૪,૧૧,૦૮૦/- નાં મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
ભાવનગર રેન્જ આઈ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અને હેરફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઈડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય.
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમી રાહે હકિકત મળેલ કે, એક તુફાન ફોર વ્હીલ વાહનમાં ચોર ખાનાઓ બનાવી ગેરકાયદેસર ભારતીય બનાવના વિદેશી દારૂની બોટલો ભરી ભીલા ગામની સીમમાં વાંડલીયા જવાના રસ્તે આવે છે, જે હકિકત આધારે વોચમાં રહી એક ઇસમને ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો, મોબાઇલ ફોન તથા વાહન સાથે ઝડપી લઇ. પકડાયેલ આરોપી તથા સંડોવાયેલ આરોપી વિરૂધ્ધ પ્રોહી. ધારા તળે કાર્યવાહી કરી, પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા બાબરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
→ પકડાયેલ આરોપી:-
ઇડા જુવાનસિંહ માવી, ઉ.વ.૪૮, રહે.ઝીરાન, ગુજરીયા ફળીયુ, તા.આંબુઆ, જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ)
પકડવાના બાકી આરોપી:-
રણજીત ઉર્ફે રણુ મનુભાઈ વાળા રહે.શીલાણા, તા.બગસરા, જિ.અમરેલી.
→ પકડાયેલ મુદ્દામાલ:-
(૧) રીટ્ઝ, રીઝર્વ સુપીરીયર ગ્રેન વ્હિસ્કીની ૧૮૦ એમ.એલ.ની મધ્યપ્રદેશ બનાવટની બોટલો નંગ ૬૨૪
डि.३.१,०५,०८०/-
(૨) એક એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦૦/-
(૩) એક તુફાન ફોરવ્હીલ વાહન રજી.નંબર એમ.પી. ૪૪. બી.સી. ૧૫૩૮ કિ.રૂ.૩,૦૦,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૪,૧૧,૦૮૦/- ના મુદ્દામાલ.
→ કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફ:-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા તથા પો.સ.ઈ.શ્રી એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઈ.શ્રી જે.ડી.વાઘેલા તથા એ.એસ.આઈ. રાહુલભાઈ ચાવડા, કનાભાઈ સાંખટ તથા હેડ કોન્સ. ગીરીરાજસિંહ જાડેજા, મહેશભાઈ મુંધવા, ગોકુળભાઈ કળોતરા, જનકભાઈ હીમાસીયા, દશરથસિંહ સરવૈયા, તુષારભાઇ પાંચાણી, રાહુલભાઈ ઢાપા તથા પો.કોન્સ. યુવરાજસિંહ વાળા, શિવરાજભાઈ વાળા, અશોકભાઈ સોલંકી દ્વારા કરવામાં આવેલ છે.