logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

રિપોર્ટ હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ

જળ, જમીન, હવા તથા વનસ્પતિનાં સંરક્ષણ અર્થે ભટગામ પ્રાથમિક શાળામાં વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવી

સમગ્ર દુનિયાનાં લોકો કુદરતી સ્ત્રોતોનો વિવેકપૂર્વક ઉપયોગ કરે અને સાથે હવા, પાણી, જમીન તથા ધ્વનિનું પ્રદૂષણ ઘટાડે એવાં શુભ હેતુસર સૌને જાગૃત કરવા ૨૨ એપ્રિલ,૧૯૭૦ થી વિશ્વમાં પ્રતિવર્ષ પૃથ્વી દિવસ મનાવાય છે. આ વિશેષ દિવસની મહત્તા બાળકો પ્રાથમિક કક્ષાએથી જ શીખે એ માટે ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ભટગામ પ્રાથમિક શાળામાં પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાનાં સામાજિક વિજ્ઞાન શિક્ષક અલ્પેશ સુરતીએ બાળકોને માહિતી પ્રદાન કરતા જણાવ્યું હતું કે જળ, જમીન, વૃક્ષો તથા ખનીજતેલ જેવાં કુદરતી સ્ત્રોતોનાં બેફામ ઉપયોગના લીધે આજે વિશ્વમાં શુધ્ધ હવા અને શુધ્ધ પાણીની ખેંચ વર્તાઈ રહી છે. આપણે કુદરતી સ્ત્રોતોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઇએ અને અન્યને પણ તે માટે પ્રેરિત કરવા જોઈએ. વેદોમાં પૃથ્વીને માતા માનવામાં આવી છે જેથી તેનું જતન અને રક્ષણ કરવું એ આપણી પહેલી ફરજ છે. તેમણે ઉમેર્યું હતું કે પૃથ્વી પર વધુમાં વધુ વૃક્ષ ઉગાડવા જોઈએ, પ્રદૂષણ અને ગંદકી રોકવી જોઈએ, પૃથ્વીને સ્વસ્થ રાખવા વીજળી બચાવવી જોઈએ, પ્લાસ્ટિકની વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ. અંતમાં બાળકોએ જળ, જમીન, હવા તથા વનસ્પતિનાં સંરક્ષણ અંગે પ્રતિજ્ઞા લીધી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ દ્વારા માહિતી મળેલ છે.

2
215 views

Comment