રિપોર્ટ હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ
કેન્દ્રનાં ધોરણે રાજ્યનાં કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ જાહેર કરવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની મુખ્યમંત્રીને રજૂઆત
(ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા તથા મહામંત્રી જૈમિનકુમાર પટેલની મુખ્યમંત્રી સાથે મુલાકાત)
કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા બજારમાં વધતી મોંઘવારી સામે કર્મચારીઓને પોતાનાં પરિવારનું જીવનધોરણ જળવાઈ રહે તે હેતુથી મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં આવતું હોય છે. હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રનાં કર્મચારીઓનું ૨ ટકા મોંઘવારી ભથ્થુ વધારી ૫૮ ટકાનાં બદલે ૬૦ ટકા મોંઘવારી ભથ્થું તા.૦૧/૦૧/૨૦૨૬ની અસરથી આપવા જાહેર કરવામાં આવેલ છે. આ બાબતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં સિનિયર ઉપપ્રમુખ કિરીટભાઈ પટેલ પાસેથી મળતી માહિતી અનુસાર રાજ્ય સંઘે માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત અરજીમાં જણાવ્યું છે કે ગુજરાત સરકાર દેશમાં મોડેલ સ્ટેટ છે અને કેન્દ્ર સાથે ગુજરાત સરકાર પણ કર્મચારીઓનાં હિતાર્થે મોંઘવારી ભથ્થું જાહેર કરતું હોય છે તો કેન્દ્રનાં ધોરણે આપણા રાજ્યમાં પણ મોંઘવારી ભથ્થાની જાહેરાત કરવામાં આવે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની આ માંગને ટૂંકા સમયગાળામાં હકારાત્મક પ્રતિસાદ સાંપડે એવો આશાવાદ હાલમાં સુરત જિલ્લા સહિત રાજ્યભરના કર્મચારીઓ સેવી રહ્યા છે. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ દ્વારા જણાવેલ છે.