logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

રાજુલા તાલુકાના ભાક્ષી ગામમાં હુમલાનો કેસ હત્યામાં પલટાયો, પોલીસ તફડફડી શરૂ

બ્રેકિંગ ન્યૂઝ | અમરેલી

રાજુલા તાલુકાના ભાક્ષી ગામમાં હુમલાનો કેસ હત્યામાં પલટાયો,

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભાક્ષી ગામની સીમમાં થયેલી ગંભીર હુમલાની ઘટના હવે હત્યામાં પલટાઈ છે. સારવાર દરમિયાન દિનેશભાઈ ટભાભાઈ સોલંકીનું મોત થતાં રાજુલા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ઘટનાની વિગત

માહિતી મુજબ, દિનેશભાઈ સોલંકી પર ખેતરમાં સુતા સમયે હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર ઇજાઓને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

હત્યાનો કારણ શું?

ફરિયાદી નરશીભાઈ ટભાભાઈ સોલંકીના જણાવ્યા મુજબ, મૃતક દિનેશભાઈનો લગભગ એક વર્ષ પહેલા તેમના કુટુંબી ભાઈ ભનુભાઈની દીકરી સોનલ સાથે પ્રેમસંબંધ હતો. દિનેશભાઈ સોનલને મોરબી લઈ ગયા હતા, જે બાબતે આરોપીઓ મનદુઃખ રાખતા હતા અને વારંવાર ધમકીઓ આપતા હતા. આ જ જૂના વિવાદને લઈને હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

હુમલાની ઘટના કેવી રીતે બની?

18 એપ્રિલ 2026ના રોજ દિનેશભાઈ મોરબીથી ભાક્ષી ગામે મજૂરો લેવા આવ્યા હતા. રાત્રે લગભગ 8:30 વાગ્યે આરોપીઓ બાઈક લઈને વાડીમાં આવ્યા અને દિનેશભાઈને દૂર લઈ જઈ તેમની ઉપર પટ્ટા અને દોરી વડે નિર્દયી મારામારી કરી. ગંભીર રીતે ઘાયલ હાલતમાં તેમને ત્યાં જ મૂકી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

પોલીસ કાર્યવાહી

આ મામલે રાજુલા પોલીસ સ્ટેશનમાં આરોપી રાજેશ ઉર્ફે રાકેશ ભનુભાઈ સોલંકી, સુરસિંહ ભનુભાઈ સોલંકી (રહે. ધારેશ્વર) અને કેવલ (રહે. નવી માંડરડી) સામે હત્યાનો ગુનો નોંધાયો છે.

રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઈ વિજય કોલાદ્રાના માર્ગદર્શન હેઠળ આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે.


👉 હાલ પોલીસ આરોપીઓની શોધખોળમાં લાગી ગઈ છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.

6
848 views

Comment