રાજુલા એસ ટી ડેપો માં ઠંડી છાશ નું વિતરણ કરવામાં આવ્યું
રાજુલા એસ ટી ડેપો માં ઠંડી છાશ નું વિતરણ કરવામાં આવ્યું
રાજુલા એસટી ડેપોમાં આજે પ્રવાસી મુસાફરોને ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું રાજુલા એસ.ટી. ડેપો ખાતે મુસાફર જનતાની સેવા માટે એક સુંદર પહેલ કરવામાં આવી હતી. ગરમીના માહોલમાં મુસાફરોને રાહત મળે તે માટે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સેવા કાર્યમાં રાજુલા ડેપો મેનેજર તથા તમામ કર્મચારીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને મુસાફરોને સ્વચ્છ અને ઠંડી છાશ પીવડાવવામાં આવી હતી.
આ છાશની વ્યવસ્થા ભરતભાઈ જે. વરૂ (વોચમેન)રાજુલા દ્વારા કરવામાં આવી હતી, જેમણે સેવા ભાવના સાથે મુસાફરોને તાજગીભર્યું પીણું આપીને માનવતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આવી સેવાકીય પ્રવૃત્તિઓ સમાજમાં સકારાત્મક સંદેશ આપે છે અને મુસાફરો માટે પણ એક યાદગાર અનુભવ બની રહે છે. સમગ્ર સ્ટાફ દ્વારા ડેમોમાં આવતી બસોમાં પણ મુસાફરોને બસની અંદર જે અને છાશનું વિતરણ કરવામાં આવેલું