logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

મતદાન જાગૃતિ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન ની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર ખાતે મતદાર જાગૃતિ માટે હ્યુમન ચેઇનનું આયોજન કરવામાં આવ્યું.

મતદાન જાગૃતિ
જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન ની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર ખાતે મતદાર જાગૃતિ માટે હ્યુમન ચેઇનનું આયોજન કરવામાં આવ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬ને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. SVEEP કાર્યક્રમ અંતર્ગત શહેરમાં વિશેષ પહેલ રૂપે છોટાઉદેપુર પેટ્રોલ પંપ ચોકડીથી માણેક ચોક સુધી “હ્યુમન ચેઇન” યોજાઈ હતી.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મતદારોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવવાનો અને વધુમાં વધુ લોકોને મતદાન માટે પ્રેરિત કરવાનો રહ્યો હતો. માનવ શ્રેણીમાં વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ તેમજ સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા “મતદાન આપણી ફરજ”નો સંદેશ વ્યાપક રીતે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

ઇમરાન મિર્ઝા : છોટાઉદેપુર

0
88 views

Comment