logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ચાણસ્મા પંથકમાં અખાત્રીજનું મંગલ પર્વ: ખેડૂતોએ ઉગમણી દિશામાં હળ હાંકી કૃષિ વર્ષના શુકન કર્યા.....

ચાણસ્મા પંથકમાં અખાત્રીજનું મંગલ પર્વ: ખેડૂતોએ ઉગમણી દિશામાં હળ હાંકી કૃષિ વર્ષના શુકન કર્યા.....

આજે અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે ચાણસ્મા પંથકમાં ખેડૂતો દ્વારા નવા કૃષિ વર્ષના શુભારંભ તરીકે ‘હલોતરા’ (હળ ખેડવા)ના શુકન કરવામાં આવ્યા હતા. તારીખ ૨૦/૪/૨૦૨૬ ને સોમવારના રોજ પરોઢિયેથી જ ગામના સીમ વિસ્તારમાં ભક્તિમય અને ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.
વહેલી સવારે ખેડૂતો પોતપોતાના ખેતરે પહોંચ્યા હતા અને પરંપરાગત રીતે હળનું પૂજન કર્યું હતું. જ્યોતિષશાસ્ત્ર અને લોકવાયકા મુજબ, આજે ખેડૂતોએ ઉગમણી દિશા તરફ હળ હાંકીને વાવણીના શુકન કર્યા હતા. સોમવારનો દિવસ અને અખાત્રીજનું વણજોયું મુહૂર્ત હોવાથી ખેડૂતોમાં આગામી ચોમાસું સારું રહે અને પાક મબલખ ઉતરે તેવી આશા જોવા મળી હતી.
ખેડૂત અગ્રણીઓના જણાવ્યા મુજબ, અખાત્રીજ પર ઉગમણી દિશામાં હળ ચલાવવું એ સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. ખેતરોમાં ગોળ-ધાણા વહેંચીને પરસ્પર મોં મીઠા કરાવી સૌએ કુદરત પાસે સારા વરસાદની પ્રાર્થના કરી હતી. આ સાથે જ આજથી ખેતીકામ માટેના નવા વર્ષનો વિધિવત પ્રારંભ થયો છે.

રિપોર્ટર મુકેશ પિત્રોડા ચાણસ્મા

2
716 views

Comment