logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

રાજુલા પરશુરામ જયંતિ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી

રાજુલા પરશુરામ જયંતિ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી

રાજુલા શહેરમાં દર વર્ષની માફક આ વર્ષે પણ પરશુરામ ભગવાનને જયંતી ભવ્યથી ભવ્યથી ઉજવવામાં આવી
રાજુલા પરશુરામ યુવા ગ્રુપ તેમજ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવેલ
શોભાયાત્રા રાજુલા શહેરમાં ગાયત્રી મંદિર તળાવ કાઠેથી આ શોભાયાત્રા શરૂ કરવામાં આવી હતી જે રાજુલા શહેરના મુખ્ય મુખ્ય માર્ગો પોલીસ સ્ટેશન હોસ્પિટલ ચોક તેમજ રાજુલા માર્કેટિંગ યાર્ડ ચોક તેમજ સવિતા નગર થઈ અને આ શોભાયાત્રા ભરતનગર કોમ્યુનિટી હોલ ખાતે પૂર્ણ કરવામાં આવેલી શોભાયાત્રા પૂર્ણ થયા બાદ મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવેલ તેમજ મહા આરતી બાદ બ્રહ્મુ ચોર્યાસી મહાપ્રસાદ નું ભવ્ય આયોજન કરવામાં આવેલું
આજની આ શોભાયાત્રામાં સમસ્ત બ્રહ્મસમાજ પરિવાર રાજુલા શહેરના વેપારીઓ અગ્રણીઓ તેમજ રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર સહિત ના લોકો આ શોભાયાત્રામાં જોડાયા અને દર્શનનો લાભ લીધો આજની આ શોભાયાત્રામાં તમામ ભૂદેવોનો ઉત્સાહ કંઈક આજે અલગ જોવા મળ્યો સમગ્ર શોભાયાત્રા દરમ્યાન માતાઓ અને બહેનો દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવેલી તેમજ તમામ ભૂદેવો દ્વારા રાજુલા શહેરના માર્ગો પર હર હર મહાદેવના નારા સાથે રાજુલા શહેરની ગલીઓ ગુંજી ઉઠી હતી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત બ્રહ્મ સમાજ તેમજ પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ભારે જહમત ઉઠાવવામાં આવેલી

2
66 views

Comment