logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

સુરત મહાનગરપાલિકા દ્વારા ચોમાસા ઋતુમાં દર વર્ષે આવતા ખાડીપુરની સમસ્યા નિવારણ અર્થે આગોતરું આયોજન.

સુરત શહેરમાં ગત ચોમાસામાં પડેલ ભારે વરસાદને કારણે ખાડીપુરની સર્જાયેલ સમસ્યાના નિવારણ સારૂ મ્યુનિસિપલ કમિશનર ધ્વારા સાવચેતીના ભાગરૂપે નકકર પગલા લેવામાં આવી રહયા છે. મ્યુનિસિપલ કમિશનર ધ્વારા તમામ ઝોનમાં આ વર્ષે આશરે કુલ રૂા.૧૦.૦૦ કરોડના ખર્ચે ખાડી સાફ-સફાઈની કામગીરી શરૂ કરાવવામાં આવેલ છે. જેનું સીધેસીધુ પ્રત્યક્ષ મોનીટરીંગ પણ મ્યુનિસિપલ કમિશનર ધ્વારા કરવામાં આવી રહયુ છે. ખાડી સાફ સફાઈની કામગીરી અગાઉ મે મહિનાનાં અંત સુધીમાં શરૂ કરાવવામાં આવતી હતી, જે આ વર્ષે મ્યુનિસિપલ કમિશનર ધ્વારા આગોતરા આયોજનનાં ભાગરૂપે એપ્રિલ મહિનામાં જ શરૂ કરી દેવામાં આવેલ છે.

મ્યુનિસિપલ કમિશનરની દીર્ઘ દ્રષ્ટીના ફળ સ્વરૂપે આ વર્ષે ખાડીનાં જે ભાગમાં સાફ સફાઈ માટે એપ્રોચ ન હોય તેવા ભાગોમાં સાફ સફાઈ કરી શકે તેવા ખાસ પ્રકારનાં ફલોટીંગ પોકલેન મશીનરી નંગ-૦૪(ચાર)થી કામગીરી કરાવવા સુચના આપેલ છે. જે આગામી સપ્તાહમાં સુરત શહેરની જનતાનાં હિતાર્થે કાર્યરત કરવામાં આવશે. વધુમાં, કેન્દ્ર સરકારની સેન્ટ્રલ વોટર કમિશન અને નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ હાઈડ્રોલોજીનાં તજજ્ઞ ટીમને મ્યુનિસિપલ કમિશનર ધ્વારા ખાડી પુર નિવારણનાં સુચનો મેળવવા અર્થે ર૦-એપ્રિલનાં રોજ સુરત ખાતે આમંત્રિત કરેલ છે. તજજ્ઞ ટીમ ધ્વારા ખાડી પુરનાં તમામ પાસાઓનો અભ્યાસ કરી ખાડી પુર નિવારણ માટેનાં ટુંકા તથા લાંબા ગાળાનાં આયોજનો બાબતે સુચન કરવામાં આવશે. આવા સુચનોને ધ્યાને લઈ મ્યુનિસિપલ કમિશનર ધ્વારા તજજ્ઞોની ટીમ સાથે પરામર્શ કરી, તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનરની સુચના અન્વયે રાજય સરકારના સુરત ખાતેના ડ્રેનેજ વિભાગ નંબર-ર ધ્વારા ખજોદ વિસ્તારમાં કાંકરા ખાડીની આસપાસ આશરે ૪૧ ચો.કિ.મી. વિસ્તારમાં બનાવવામાં આવેલ ઝીંગા તળાવ દૂર કરવા તેમજ સુરત મહાનગરપાલિકા સિવાયનાં વિસ્તારમાંથી પસાર થઈ મિંઢોળા નદીને મળતી ખાડીની સાફ સફાઈ માટેની કામગીરી પ્રગતિ હેઠળ છે જે તમામ કામગીરી મે-ર૦ર૬ સુધીમાં પુર્ણ થાય તેમ હોય, આ સંજોગોમાં સંભવિત ચોમાસાની ઋતુ દરમ્યાન દર વર્ષે આવનાર ખાડીપુર નિવારણ અર્થે મ્યુનિસિપલ કમિશનર ધ્વારા સમગ્ર ટીમને ખડે પગે રાખી કમર કસી હોવાનું જણાય છે.

7
207 views

Comment